વિદેશમંત્રી એસ જયશંકરે પોર્ટુગલમાં બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબધોમાં સહયોગ વધારવા કર્યુ આહવાન
Live TV
-
વિદેશમંત્રી એસ જયશંકરે પોર્ટુગલમાં બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબધોમાં સહયોગ વધારવા કર્યુ આહવાન
વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે પોર્ટુગલમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં પોર્ટુગલના વિદેશ મંત્રી જોઆઓ ગોમ્સ ક્રેવિન્હો સામેલ થયા. ડૉક્ટર એસ જયશંકરે ભારત-યુરોપિયન યુનિયનનાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પોર્ટુગલના યોગદાનની ચર્ચા કરી. તેમણે કહ્યું કે, આ દિશામાં પોર્ટો 2021 શિખર સંમેલન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ડૉક્ટર જયશંકરે વૈશ્વિક કાર્યસ્થળમાં સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારીની સુસંગતતા પર ચર્ચા કરી. આ સાથે ડાયરેક્ટ એર કનેક્ટિવિટીની જરૂરિયાતની આવશ્યકતા પર પણ ભાર આપ્યો. વિદેશ મંત્રીએ ભારતમાં ચાલી રહેલા પરિવર્તનકારી સુધારાનો ઉલ્લેખ કહ્યું કે, સહયોગ માટે નવી તકો ઉત્પન્ન થઈ છે. એસ જયશંકરે પોર્ટુગલમાં નિવાસ કરતાં ભારતીય સમુદાયને ભારત-પોર્ટુગલના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં સહયોગ આપવા વિનંતી કરી. તો આજથી વિદેશ ડૉક્ટર એસ.જયશંકર ઈટાલીના પ્રવાસે છે. પોર્ટુગલની મુલાકાત બાદ તેઓ ઈટાલીના પ્રવાસે જશે. ઈટાલીમાં ડૉક્ટર એસ.જયશંકર તેમના સમકક્ષ એન્ટોનિયો તાજાની સાથે મુલાકાત કરશે.
