ઇઝરાયેલ- હમાસ સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વડાએ પેલેસ્ટાઇનના લોકોની સલામતીને લઇને ચિંતા વ્યકત્ત કરી
Live TV
-
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના વડાને જણાવ્યું છે કે તે ઇરાન સાથે સંઘર્ષ કરવા માગતુ નથી. પરંતુ રાજ્ય સચિવ એન્ટોનિ બ્લિંકને ચેતવણી આપતા કહ્યું કે જો ઇરાન કે પોલીસ પ્રતિનિધિ ક્યાંય પણ અમેરિકી કર્મીઓ પર હુમલો કરશે તો અમેરિકા ચૂપ નહી બેસે, તાબડતોબ કાર્યવાહી કરશે.
બ્લિંકને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે વાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તર પર આશંકા છે કે છેલ્લા 18 દિવસથી ચાલી રહેલો આ સંઘર્ષ એક ભયાનક યુદ્ધમાં બદલાઇ શકે છે. જેમાં હિઝબુલ્લાને પણ સામેલ કરવામાં આવી શકે છે.
આજે ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધનો 19મો દિવસઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યાના અહેવાલ વચ્ચે હમાસે દાવો કર્યો છે કે, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
તો હમાસે વધુ બે ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરી. હમાસે એક નિવેદન આપતા જણાવ્યું કે, કતાર અને ઇજિપ્તની મધ્યસ્થી બાદ માનવીય કારણોસર બંને મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. હજુ આ અંગે ઇઝરાયેલના કોઈ અધિકારીઓએ પુષ્ટિ કરી નથી.
તો બીજીતરફ ઇઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિ ગુટરેશે ગાઝાની મુલાકાત લીધી હતી તેમણે માનવીય કાયદાના ઉલ્લંઘનનો હવાલો આપ્યો હતો. તેમણે હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોના પરિજનોની પણ મુલાકાત કરી હતી. તેમણે ગાઝાના લોકોની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરીહતી..
