ચીને ત્રણ મહિનામાં બીજા વરિષ્ઠ નેતાને બદલ્યા, રક્ષામંત્રી જનરલ લી શાંગફુને પદ પરથી હટાવી દીધા
Live TV
-
ચીને દેશના રક્ષા મંત્રી જનરલ લી શાંગફુને પદ પરથી હટાવી દીધા છે. બીજા વરિષ્ઠ નેતાને ત્રણ મહિનામાં હટાવી દેવામાં આવ્યા છે. આનાથી એવું લાગે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગના નજીકના નેતાઓની સ્થિતિને લઈને તેમની સ્થિરતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
સરકારી મીડિયા અનુસાર, જનરલ લી શાંગફુ છેલ્લા બે મહિનાથી લોકોની સામે દેખાયા ન હતા. તેમને રક્ષા મંત્રી અને સ્ટેટ કાઉન્સેલરના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ચીને એ પણ જાહેરાત કરી છે કે જુલાઈમાં ક્વિન ગેંગને વિદેશ મંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેમને સ્ટેટ કાઉન્સેલરના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે.
