ઈઝરાયલ PM નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રગટાવવા આપ્યું આમંત્રણ
Live TV
-
દુબઈના ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ઉપ વડા પ્રધાન હમદાન બિન મોહમ્મદે શનિવારે હોસ્પિટલમાં જઈને બહાદુર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત લીધી હતી અને તેમના સાહસને બિરદાવ્યું હતું.
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે મોડી રાતે ભારતીય પાયલટ સ્મિત મચ્છર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ નેતન્યાહૂએ તેમને ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રગટાવવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું છે.
વાતચીત દરમિયાન પીએમ નેતન્યાહૂએ સ્મિત મચ્છરને કહ્યું, “હું ઈચ્છું છું કે કેપ્ટન સ્મિત અને પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવે. આ અમારું સૌથી મોટું સન્માન છે. અમે સામાન્ય રીતે આ સન્માન ઇઝરાયલી નાગરિકો માટે રાખીએ છીએ, પરંતુ આ કેસમાં ઇઝરાયલના તમામ નાગરિકો તમને હૃદયપૂર્વક આવકારશે.”
શું છે સમગ્ર ઘટના?
તાજેતરમાં દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટના કોકપિટની અંદર કો-પાયલટે હુમલો કર્યો હતો, જેને ભારતીય પાયલટ સ્મિત મચ્છરે પોતાની સૂઝબૂઝથી એક મોટી દુર્ઘટનામાં બદલાતા અટકાવી હતી. ગંભીર ઇજાઓ થવા છતાં તેમણે હિંમતપૂર્વક કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેનાથી મુસાફરો અને ક્રૂ મેમ્બરોએ સમયસર હસ્તક્ષેપ કરીને વિમાનને બચાવી લીધું. હાલ તેઓ દુબઈમાં ફરજ બજાવી રહ્યા છે.યુએઈના નેતૃત્વ દ્વારા પણ પ્રશંસા
આ ઘટના બાદ દુબઈના ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ઉપ વડા પ્રધાન હમદાન બિન મોહમ્મદે શનિવારે હોસ્પિટલમાં જઈને બહાદુર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત લીધી હતી અને તેમના સાહસને બિરદાવ્યું હતું.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, "કેપ્ટન સ્મિત મચ્છરને મળ્યો. ફ્લાયદુબઈના આ પાયલટે સાહસ અને જવાબદારીનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશના નેતૃત્વ વતી તેમને સંપૂર્ણ સન્માન અને પ્રશંસા મળે છે."
બીજી તરફ, યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે કેપ્ટન મચ્છરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને ભારતીય મિશન તેમના પરિવાર તથા સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં છે.





