Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા અગાઉ મંદિરમાં સાત મૂર્તિઓ ખંડિત, પોલીસ તપાસ શરૂ

Live TV

X
  • મંદિર પ્રશાસન અને પોલીસના જણાવ્યા અનુસાર, મિર્ઝાપુરના જમુરકી પશ્ચિમપારા વિસ્તારમાં બુધવાર રાત્રેથી ગુરુવાર સવાર વચ્ચે આ મૂર્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમુરકી આર્ય સમિતિ હેઠળ આ મંદિરમાં આશરે ૮૫ વર્ષોથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

    બાંગ્લાદેશના તંગેલ જિલ્લાના મિર્ઝાપુર ઉપજિલ્લામાં આગામી દુર્ગા પૂજા પૂર્વે એક મંદિરમાં બની રહેલી સાત મૂર્તિઓ અજ્ઞાત લોકો દ્વારા તોડી નાખવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક સ્થળો પર વધી રહેલા હુમલાઓની ચિંતા વચ્ચે આ ઘટના સામે આવી છે.

    મંદિર પ્રશાસન અને પોલીસના જણાવ્યા અનુસાર, મિર્ઝાપુરના જમુરકી પશ્ચિમપારા વિસ્તારમાં બુધવાર રાત્રેથી ગુરુવાર સવાર વચ્ચે આ મૂર્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમુરકી આર્ય સમિતિ હેઠળ આ મંદિરમાં આશરે ૮૫ વર્ષોથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

    આ વર્ષે મંદિરમાં દુર્ગા પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. મુખ્ય દેવી દુર્ગાની મૂર્તિ સહિત સાત મૂર્તિઓ લગભગ તૈયાર થઈ ગઈ હતી અને માત્ર રંગકામ બાકી હતું. 

    સમિતિના પ્રમુખનું નિવેદન
    જમુરકી આર્ય સમિતિના પ્રમુખ પ્રકાશ બકાલીએ જણાવ્યું, "અમે બુધવાર રાત્રે આશરે ૧૦ વાગ્યા સુધી મંદિરમાં હતા, ત્યારબાદ ઘરે ગયા. ગુરુવારે સવારે જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે મૂર્તિઓ તૂટેલી મળી." તેમણે ઉમેર્યું, "અમને ખબર નથી કે આ કોણે કર્યું. અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે અમારી માંગ છે કે કાયદાકીય એજન્સીઓ જવાબદાર લોકોની ભાળ મેળવી તેમને કાયદાના દાયરામાં લાવે."

    પોલીસ તપાસ ચાલુ
    ઘટનાની પુષ્ટિ કરતાં તંગેલના સહાયક પોલીસ અધિક્ષક અદનાન મુસ્તફિજે જણાવ્યું કે કેટલીક મૂર્તિઓ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત મળી છે. તેમણે કહ્યું, "અમે દોષિતોની ઓળખ કરી તેમને કાયદાના કયાંશમાં લાવવા માટે તપાસ કરી રહ્યા છીએ. જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે."

    આ અહેવાલમાં આ ઘટનાને બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હુમલાઓની ચિંતા સાથે જોડવામાં આવી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ગત મહિને ફરીદપુર શહેરના ઉત્તર કાલીબારી મંદિરમાંથી દેવી કાલીની મૂર્તિ સાથે ઘણા દાગીના અને ધાર્મિક વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. આ ઉપરાંત તાજેતરમાં અવામી લીગે લઘુમતી સમુદાયોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
apply