ઈઝરાયેલના નાગરિકો માટે એલર્ટ જારી, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નિશાનો પર ઝડપી હવાઈ હુમલા કર્યા
Live TV
-
લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલના યુદ્ધના કારણ મધ્ય એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિઝબુલ્લાહના નિવેદન પ્રમાણે, ઘણા વિસ્ફોટક ડ્રોન ઈઝરાયેલી સેનાને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યા છે. આ સિવાય મિસાઈલ એટેક કરવામાં આવ્યું છે. જેના જવાબમાં ઈઝરાયેલ દ્વારા લેબનાન પર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઈરાનમાં હમાસ ચીફની હત્યા બાદથી જ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ છે. ઈરાન હિઝબુલ્લાહનો કટ્ટર સમર્થક છે. એક સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહનો કમાન્ડર ફૌદ શુકૂર પણ માર્યો ગયો હતો. જે બાદ હિઝબુલ્લાહે તેનો બદલો લેવાની જાહેરાત કરી હતી.