INS Mumbai આવતીકાલે પહેલી વખત પહોંચશે શ્રીલંકા, 29મીએ રવાના થશે
Live TV
-
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ (INS Mumbai) ‘મુંબઇ’ આવતીકાલે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચશે. શ્રીલંકન નેવી ઔપચારિક રીતે આઇએનએસ મુંબઇ યુદ્ધ જહાજનું સ્વાગત કરશે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું કે આઇએનએસ મુંબઈને 22 જાન્યુઆરી, 2001ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું, તે ત્રીજુ દિલ્હી ક્લાસ ડિસ્ટ્રોયર્સ છે અને તેનું નિર્માણ મુંબઇ ખાતે મઝગાંવ ડોક લિમિટેડ દ્ધારા કરવામાં આવ્યું હતું.
યુદ્ધ જહાજે તાજેતરમાં એક મિડ-લાઇફ અપગ્રેડ પૂર્ણ કર્યું અને 8 ડિસેમ્બર, 2023ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય નૌકા કમાન્ડમાં ફરી સામેલ કરવામાં આવ્યું હતું. આઇએનએસ મુંબઇની શ્રીલંકાના પોર્ટની પ્રથમ મુલાકાત છે અને 2024માં ભારતીય નૌકાદળના જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે.