Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયાના લોંગ બોગ ટાપુ પર આવેલા ભૂકંપમાં 82 લોકોના મૃત્યુ

Live TV

X
  • ઈન્ડોનેશિયાના લોંગ બોગ ટાપુ પર ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકાએ 82 લોકોનો ભોગ લીધો હતો.

    ઈન્ડોનેશિયાના લોંગ બોગ ટાપુ પર ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકાએ 82 લોકોનો ભોગ લીધો હતો. ભૂકંપમાં સેંકડો લોકોને ઈજા પણ પહોંચી છે. રીક્ટર સ્કેલ પર સાતની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના આંચકાને કારણે હજારો ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોંગબોગથી દશ કિ.મી.ના અંતરે 10 કિ.મી.ના ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપ આવ્યા પછી સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કેટલાક કલાક પછી ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી. લોંગબોગ પર્યટક સ્થળે એક સપ્તાહ પહેલાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તે આંચકાએ 16 લોકોનો ભોગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply