Skip to main content
Settings Settings for Dark

ઈરાનની ધરતી પર જંગ વચ્ચે અમેરિકાએ 100 વિમાનની મદદથી બે જવાનોને બચાવ્યા

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનમાં હાથ ધરાયેલા એક અત્યંત જટિલ અને સાહસિક 'કોમ્બેટ સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ' મિશનની જાહેરાત કરી છે. 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમિયાન ઈરાની સરહદમાં દુશ્મનો વચ્ચે ફસાયેલા બે અમેરિકી એરમેનને બચાવવા માટે અમેરિકાએ ૧૦૦થી વધુ યુદ્ધવિમાનો આકાશમાં ઉતારી દીધા હતા.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનમાં હાથ ધરાયેલા એક અત્યંત જટિલ અને સાહસિક 'કોમ્બેટ સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ' મિશનની જાહેરાત કરી છે. 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમિયાન ઈરાની સરહદમાં દુશ્મનો વચ્ચે ફસાયેલા બે અમેરિકી એરમેનને બચાવવા માટે અમેરિકાએ ૧૦૦થી વધુ યુદ્ધવિમાનો આકાશમાં ઉતારી દીધા હતા.

    શું હતી સમગ્ર ઘટના?
    ગત ગુરુવારે એક અમેરિકી F-15 ફાઈટર જેટ ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ઈરાની ક્ષેત્રમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર બંને ક્રૂ મેમ્બર્સ પેરાશૂટ દ્વારા દુશ્મન દેશની ધરતી પર ઉતરી ગયા હતા. જેમાંથી એક પાયલટને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો હતો, પરંતુ બીજો જવાન (વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં લાપતા થયો હતો.

    દુશ્મન દેશમાં બે દિવસ સુધી સંતાકૂકડી
    બીજો જવાન ઈરાની આતંકીઓ અને સેનાથી ઘેરાયેલા દુર્ગમ વિસ્તારમાં ફસાયો હતો. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં બે દિવસ સુધી દુશ્મનોની નજરથી બચતો રહ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, "તે જવાન આતંકીઓથી ભરેલા વિસ્તારમાં એકલો લડી રહ્યો હતો. તેણે હિંમત હાર્યા વગર પહાડી વિસ્તારોમાં પોતાનો જીવ બચાવ્યો હતો."

    અમેરિકી સૈન્ય શક્તિનું પ્રદર્શન:
    જ્યારે બીજા જવાનનું ચોક્કસ લોકેશન મળ્યું, ત્યારે તેને બચાવવા માટે અમેરિકાએ ૧૫૫ વિમાનો સાથે આખી સેના હવામાં ઉતારી દીધી હતી. આ ઓપરેશનમાં સામેલ હતા:

    ૪ બોમ્બર વિમાનો અને ૬૪ ફાઈટર જેટ્સ

    ૪૮ રિફ્યુઅલિંગ ટેન્કર્સ (હવામાં ઈંધણ ભરવા માટે)

    ૧૩ સ્પેશિયલ રેસ્ક્યૂ એરક્રાફ્ટ

    કુલ મળીને ૧૫૫ જેટલા વિમાનો આ મિશનમાં જોડાયા હતા.

    સીઆઈએ (CIA) ડાયરેક્ટર જોન રેટક્લિફે આ મિશનને "રણમાં રેતીનો કણ શોધવા" જેવું પડકારજનક ગણાવ્યું હતું. ઈરાની સેનાને ભટકાવવા માટે અમેરિકાએ અનેક 'ડીસેપ્શન ટેક્ટિક્સ' (છેતરપિંડીની વ્યૂહરચના) નો ઉપયોગ કર્યો હતો.

    "ગોડ ઈઝ ગુડ" – અંતે સફળતા મળી
    રક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું કે જ્યારે જવાનના બીકન (સંકેત) દ્વારા સંપર્ક થયો, ત્યારે તેનો સંદેશ હતો: "God is good" (ભગવાન દયાળુ છે). ભારે ગોળીબાર અને જોખમ વચ્ચે હેલિકોપ્ટરોએ રાત્રિના અંધારામાં ઈરાની ધરતી પર ઉતરીને આ જવાનને હેમખેમ ઉઠાવી લીધો હતો.

    ટ્રમ્પનો મીડિયા પર પ્રહાર
    ટ્રમ્પે આ મિશનમાં કેટલાક સૈન્ય અધિકારીઓના વિરોધનો પણ ઉલ્લેખ કર્યો, કારણ કે આ ઓપરેશનમાં સેંકડો અમેરિકી સૈનિકોના જીવ જવાનું જોખમ હતું. સાથે જ તેમણે મીડિયામાં થયેલા લીક અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "મીડિયામાં સમાચાર આવવાથી ઈરાની સત્તાવાળાઓ સતર્ક થઈ ગયા હતા, જેના કારણે અમારા જવાનનો જીવ વધુ જોખમમાં મુકાયો હતો."

    ઈરાન સાથે દાયકાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઓપરેશન અમેરિકાની સૈન્ય ક્ષમતાનો પરચો આપે છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં અમેરિકાએ ઈરાન પર ૧૦,૦૦૦થી વધુ ઉડાન ભરી ૧૩,૦૦૦ જેટલા હુમલા કર્યા છે, જે યુદ્ધના ઈતિહાસમાં અભૂતપૂર્વ ગણાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply