Skip to main content
Settings Settings for Dark

ઈરાનના ખલિફાનો IRGC ઈન્ટેલિજન્સ ચીફની હત્યાનો બદલો લેવા હુંકાર કર્યો

Live TV

X
  • મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ઉગ્ર બની છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વરિષ્ઠ જનરલની હત્યા બાદ ઈઝરાયેલ અને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નેતાઓની હત્યા અને ગુનાહિત કૃત્યો ઈરાનના માર્ગને રોકી શકશે નહીં.

    મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ઉગ્ર બની છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વરિષ્ઠ જનરલની હત્યા બાદ ઈઝરાયેલ અને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નેતાઓની હત્યા અને ગુનાહિત કૃત્યો ઈરાનના માર્ગને રોકી શકશે નહીં.

    કોણ હતા જનરલ માજિદ ખાદેમી?
    સોમવારે તેહરાનમાં થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલામાં IRGCની ઈન્ટેલિજન્સ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશનના વડા માજિદ ખાદેમી શહીદ થયા હતા. ખાદેમી દાયકાઓથી ઈરાનની સુરક્ષા અને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ગયા વર્ષે જૂનમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના ૧૨ દિવસના યુદ્ધમાં પૂર્વ ચીફ મોહમ્મદ કાઝેમીના મોતના પદભાર સંભાળ્યો હતો.

    શરીફ યુનિવર્સિટી પર હુમલો: ઈરાનનો રોષ
    ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી દ્વારા તેહરાનની પ્રતિષ્ઠિત શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. આ હુમલામાં યુનિવર્સિટીના આઈટી સેન્ટર અને ગેસ સબસ્ટેશનને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

    ઈરાનનો વળતો પ્રહાર
    સેનાના જણાવ્યા અનુસાર, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા દક્ષિણ ઈઝરાયેલમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને પેટ્રોલિયમ સ્ટોરેજ સુવિધાઓને નિશાન બનાવ્યા છે. કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પરના સાધનો, સેટેલાઇટ કોમ્યુનિકેશન યુનિટ્સ અને સૈનિકો પર હુમલા કર્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ અને અન્ય વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા હતા. ત્યારથી ઈરાને સમગ્ર મધ્ય પૂર્વમાં અમેરિકી અને ઈઝરાયેલી સંપત્તિઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો મારો ચલાવ્યો છે. મોજતબા ખામેનેઈએ દાવો કર્યો કે સતત પરાજય બાદ હવે અમેરિકા અને ઈઝરાયેલ આતંકવાદ અને હત્યાઓનો સહારો લઈ રહ્યા છે, પરંતુ તેઓ ઈરાનના મનોબળને તોડી શકશે નહીં.

    IRGC ના ટોચના અધિકારીઓની સતત થઈ રહેલી હત્યાઓએ તેહરાનને હચમચાવી દીધું છે, પરંતુ નવા નેતૃત્વ હેઠળ ઈરાન વધુ આક્રમક રીતે વળતો પ્રહાર કરી રહ્યું છે, જે આગામી દિવસોમાં વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply