ઈરાને મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ નહીં કાયમી અંત માટે અમેરિકા સામે 10 મુદ્દાની આકરી શરતો મૂકી
Live TV
-
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાને અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૫ મુદ્દાના શાંતિ પ્રસ્તાવને નકારી દીધો છે. સત્તાવાર સમાચાર એજન્સી IRNA ના જણાવ્યા અનુસાર, ઈરાને વળતો જવાબ આપતા ૧૦ મુદ્દાનો પ્લાન રજૂ કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર કામચલાઉ યુદ્ધવિરામથી સંતુષ્ટ નથી, પણ યુદ્ધનો કાયમી અંત ઈચ્છે છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાને અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૫ મુદ્દાના શાંતિ પ્રસ્તાવને નકારી દીધો છે. સત્તાવાર સમાચાર એજન્સી IRNA ના જણાવ્યા અનુસાર, ઈરાને વળતો જવાબ આપતા ૧૦ મુદ્દાનો પ્લાન રજૂ કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર કામચલાઉ યુદ્ધવિરામથી સંતુષ્ટ નથી, પણ યુદ્ધનો કાયમી અંત ઈચ્છે છે.
કેમ નકાર્યો અમેરિકાનો પ્રસ્તાવ?
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "યુદ્ધવિરામ માત્ર દુશ્મનોને ફરીથી સંગઠિત થવા અને વધુ ગુનાઓ કરવા માટેનો સમય આપશે. કોઈ પણ સમજદાર વ્યક્તિ આ પ્રસ્તાવ સ્વીકારી શકે નહીં." ઈરાને અમેરિકાના ૧૫ મુદ્દાના પ્લાનને 'વાસ્તવિકતાથી વેગળો' ગણાવ્યો છે.ઈરાનની 10 મુદ્દાની માંગણી:
તેહરાન દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજમાં નીચે મુજબની શરતો મૂકવામાં આવી છે:- અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓનો કાયમી અંત.
- યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોનું પુનઃનિર્માણ અને નુકસાનીનું વળતર.
- ઈરાન પર લાદવામાં આવેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા.
- હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) પર ઈરાનનું સાર્વભૌમત્વ સ્વીકારવું અને સુરક્ષિત અવરજવરની ખાતરી.
- ભવિષ્યમાં થનારા હુમલાઓને રોકવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય મિકેનિઝમની સ્થાપના.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 10 મુદ્દાના પ્રતિસાદને "મહત્વનું પગલું" ગણાવ્યું હતું, પરંતુ સાથે જ ટકોર કરી હતી કે આ પ્રસ્તાવ "પૂરતો નથી." નોંધનીય છે કે ટ્રમ્પે અગાઉ આપેલી ધમકીઓ અને સમયમર્યાદામાં ફેરફાર કર્યો છે, જે યુએસ વહીવટીતંત્રના બદલાતા વલણને સૂચવે છે.ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ અને ટોચના સૈન્ય કમાન્ડરો માર્યા ગયા હતા. ત્યારથી ઈરાન સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ દ્વારા ઈઝરાયેલ અને અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાનનું આ આક્રમક વલણ સૂચવે છે કે તે નબળા પડીને સમજૂતી કરવાના મૂડમાં નથી. ઈરાનની શરતો, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધૂની પર અંકુશની માંગ, વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષા માટે નવો પડકાર ઉભો કરી શકે છે.
