Skip to main content
Settings Settings for Dark

NASAના આર્ટિમિસ-2નો રેકોર્ડ, પહેલીવાર પૃથ્વીથી 2.52 લાખ માઈલ દૂર પહોંચ્યો માનવી

Live TV

X
  • અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આજે સુવર્ણ અક્ષરે એક નવો રેકોર્ડ નોંધાયો છે. નાસા (NASA) ના આર્ટિમિસ II (Artemis II) મિશન પર ગયેલા ચાર અંતરિક્ષયાત્રીઓએ પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયના અંતરાલ બાદ, માનવી ફરી એકવાર ચંદ્રની આટલી નજીક અને પૃથ્વીથી આટલો દૂર પહોંચ્યો છે.

    54 વર્ષ જૂનો 'એપોલો ૧૩'નો રેકોર્ડ તૂટ્યો:

    મિશનના છઠ્ઠા દિવસે ચાર અંતરિક્ષયાત્રીઓ— રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને કેનેડિયન એસ્ટ્રોનોટ જેરેમી હેન્સન — એ 2,48,655 માઈલની ઐતિહાસિક મર્યાદા વટાવી હતી. આ મુસાફરી દરમિયાન તેઓ પૃથ્વીથી મહત્તમ 2,52,756 માઈલ એટલે કે લગભગ 4,06,770 કિમીના અંતરે પહોંચ્યા હતા. આ સાથે જ 1970માં 'એપોલો 13' મિશન દ્વારા સ્થાપિત કરવામાં આવેલો અગાઉનો રેકોર્ડ હવે ઈતિહાસ બની ગયો છે.

    મિશનની મુખ્ય વિશેષતાઓ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ:
    ચંદ્રની અત્યંત નજીક: ઓરિયન (Orion) સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટીથી માત્ર 4,067 માઈલ નજીકથી પસાર થયું હતું. આ દરમિયાન યાત્રીઓએ ચંદ્રના એવા ભાગો જોયા જે અગાઉ ક્યારેય માનવીએ પ્રત્યક્ષ રીતે જોયા નથી. એટલું જ નહીં જ્યારે સ્પેસક્રાફ્ટ ચંદ્રની પાછળના ભાગમાં ગયું, ત્યારે પૃથ્વી સાથેનો સંપર્ક આશરે 40 મિનિટ માટે કપાઈ ગયો હતો. અવકાશયાત્રીઓએ ચંદ્રની સપાટી, ક્રેટર્સ (જ્વાળામુખીના મુખ) અને ભૌગોલિક રચનાઓના હાઈ-રિઝોલ્યુશન ફોટા લીધા હતા. આ મિશન દરમિયાન તેમણે અવકાશમાંથી સૂર્યગ્રહણનો અનોખો નજારો પણ જોયો હતો. આ 10 દિવસીય મિશનનો મુખ્ય હેતુ 'સ્પેસ લોન્ચ સિસ્ટમ' (SLS) રોકેટ અને ઓરિયન સ્પેસક્રાફ્ટની અવકાશમાં કાર્યક્ષમતા તપાસવાનો છે.

    ભવિષ્યના 'મૂન બેઝ' અને મંગળ મિશનનો પાયો
    નાસાના એક્ટિંગ એસોસિએટ એડમિનિસ્ટ્રેટર ડૉ. લોરી ગ્લેઝે જણાવ્યું હતું કે, "આ મિશન માત્ર રેકોર્ડ તોડવા માટે નથી, પરંતુ ચંદ્ર પર કાયમી 'મૂન બેઝ' સ્થાપવાના અમારા સંકલ્પની દિશામાં એક મોટું પગલું છે." આર્ટિમિસ પ્રોગ્રામનો અંતિમ ઉદ્દેશ્ય ચંદ્ર પર માનવીને ફરી ઉતારવાનો અને ત્યાંથી મંગળ (Mars) ગ્રહ સુધીના માનવ મિશન માટેનો રસ્તો સાફ કરવાનો છે.

    પૃથ્વી પર પરત ફરવાનું કાઉન્ટડાઉન
    ઓરિયન સ્પેસક્રાફ્ટ આગામી 10 એપ્રિલના રોજ સેન ડિએગોના દરિયાકાંઠે સ્પ્લેશડાઉન (લેન્ડિંગ) કરશે. ત્યાં રિકવરી ટીમો દ્વારા અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે અને તેમની તબીબી તપાસ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply