Skip to main content
Settings Settings for Dark

ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાત્કાલિક બેઠક યોજી

Live TV

X
  • ઈઝરાયેલ એર ડિફેન્સ ફોર્સે ઈરાનના હુમલાને અસફળ બનાવ્યો

    ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા. ઈઝરાયેલનો દાવો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઈલો અને ડ્રોન ઈઝરાયેલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતી. ઈઝરાયલના ડિફેન્સ ફોર્સ બેઝને થોડું નુકસાન થયું છે. બીજી તરફ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ સતત બગડતી પરિસ્થિતિને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 14 એપ્રિલે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

    ઈરાને શનિવારે 1800 કિમી દૂર ઈઝરાયેલ પર જોરદાર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો છે. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા બાદ આ જવાબી કાર્યવાહી હોવાનું કહેવાય છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGS) અનુસાર આ એક લક્ષ્યાંકિત હુમલો છે.

    ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલે સીરિયામાં કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને બદલો લેવાની વાત કરી હતી. આ હુમલામાં સેનાના ટોચના કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું.

    બીજી તરફ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું છે કે 100 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે. તમામ હુમલાઓને રોકવામાં આવી રહ્યા છે. ઇઝરાયલ, લેબનોન અને ઇરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. જ્યારે સીરિયા અને જોર્ડને તેમની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ પર મૂકી દીધી છે.

    ઈઝરાયેલના વડાપ્રધાને વોર કેબિનેટની બેઠક બોલાવી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેમનો દેશ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે, પછી ભલે તે રક્ષણાત્મક હોય કે આક્રમક. નેતન્યાહુએ કહ્યું કે અમને સમર્થન કરવા માટે અમેરિકાની સાથે તેઓ બ્રિટન, ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોની પ્રશંસા કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply