ઉત્તર કોરિયાએ કરી દક્ષિણ કોરિયા સાથે વાતચીત રદ્દ
Live TV
-
થોડા સમયથી નરમ પડેલું ઉત્તર કોરિયા અચાનક વિફર્યું છે. તેણે દક્ષિણ કોરિયા સાથે થનારી ઉચ્ચ સ્તરીય વાતચીત રદ્દ કરી દીધી છે.
થોડા સમયથી નરમ પડેલું ઉત્તર કોરિયા અચાનક વિફર્યું છે. તેણે દક્ષિણ કોરિયા સાથે થનારી ઉચ્ચ સ્તરીય વાતચીત રદ્દ કરી દીધી છે. સાથે જ ઉત્તર કોરિયા અમેરિકાના રાષ્ટ્રાપતિ સાથે થનારી ઐતિહાસીક બેઠક પણ રદ્દ કરી દેવાની ધમકી આપી છે.
ઉત્તર કોરિયાના આ પ્રકારના આકરા વલણ પાછળ અમેરિકા અને દક્ષિણ કોરિયાની વાયુસેના વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મેક્સ થંડર’ કારણભૂત છે.
છાસવારે પરમાણું યુદ્ધની ધમકી આપનારુ ઉત્તર કોરિયા અચાનક જ નરમ પડ્યું હતું અને તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાતચીતના ટેબલ પર આવવા સહમત થયું હતું. ઉત્તર કોરિયનો માથા ફરેલ સરમુખત્યાર અચાનક જ દક્ષિણ કોરિયાની મુલાકાત પણ લઈ આવ્યાં. હવે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન વચ્ચે ગત મહિને થયેલી મુલાકાતનો દોર આગળ વધારવા આગામી સમયમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવવાની હતી. જેને ઉત્તર કોરિયાએ અચાનક જ રદ્દ કરી દીધી છે.
ઉત્તર કોરિયાની સમાચાર એજંસી યોનહાપના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કોરિયા સાથેની વાતચીત રદ્દ કર્યા બાદ હવે અમેરિકા સાથેની વાતચીત પણ રદ્દ કરવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તર કોરિયાના સરમુખ્યતાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 12 જૂને સિંગાપોરના ઐતિહાસીક બેઠક યોજાનાર છે. આ બેઠકની દુનિયા ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે જેને ઉત્તર કોરિયાએ રદ્દ કરવાની ધમકી આપી છે.