હવાઈમાં જ્વાળામુખી ફાટી નીકળતા એલર્ટ જાહેર
Live TV
-
યુએસ જીયોલોજીકલ સર્વેના જણાવ્યા પ્રમાણે બુધવારે હવાઈમાં કિલાએવા જ્વાળામુખી ફાટી નીકળતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જ્વાળામુખીના કારણે ગત સપ્તાહે આ વિસ્તારમાં સેંકડો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જ્વાળામુખીના કારણે સમુદ્રની સપાટીથી 10 હજારથી 12 હજાર ફૂટની ઉંચાઈએ રાખના વાદળો સર્જાયા છે. જ્વાળામુખી કોઈ પણ સમયે વધુ આક્રમક બની શકે એવી ચેતવણી અપાઈ છે. જ્વાળામુખી ફાટવાથી અંદાજે 1700 પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.