ક્યુબામાં વિમાન દૂર્ઘટના, 113 પ્રવાસીઓના મોતની આશંકા
Live TV
-
ઉત્તર અમેરિકાના દેશ ક્યુબામાં એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ છે.
ક્યુબાની સરકારી એરલાઇન્સ ક્યુબાના ડે એવિએશનનું બોઇંગ 737 વિમાન હવાનાના મોઝે માર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક અકસ્માતગ્રસ્ત થઈ ગયું છે. દૂર્ઘટનાને કારણે વિમાનમાં સવાર 113 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ આ વિમાન હવાનાના પૂર્વ તરફ આવેલા શહેર હોલગન જઈ રહ્યું હતું. વિમાનમાં 104 પ્રવાસી તથા કેબિન ક્રુ સહિત કુલ 113 લોકો સવાર હતા. સ્થાનિક અહેવાલો મુજબ માત્ર ત્રણ લોકો જીવતા રહ્યા છે. ક્યુબાના પ્રમુખ મિગેલ ડિયાઝ કનેલે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી.