Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયા ટૂંક સમયમાં પરમાણુ હથિયાર નષ્ટ કરશેઃ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં ઐતિહાસિક શિખર વાર્તા સમાપ્ત થઈ ગઈ છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં ઐતિહાસિક શિખર વાર્તા સમાપ્ત થઈ ગઈ છે. આ ઐતિહાસિક શિખર વાર્તામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને મહત્વપૂર્ણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતિ હસ્તાક્ષર પછી પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, બંને દેશોએ દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે.

    સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, ઉત્તર કોરિયા ટૂંક સમયમાં પરમાણુ હથિયાર નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ પહેલાં ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે લગભગ 50 મિનિટ વાતચીત ચાલી હતી. સન્ટોસા ટાપુની કેપેલા હોટેલમાં મુલાકાત થઈ હતી. પ્રથમ મુલાકાતમાં બંને નેતાઓએ હૂંફભર્યું એકબીજાનું સ્વાગત કરી પ્રેમથી હાથ મિલાવ્યા હતા.

    ટ્રમ્પે કહ્યું હતું કે, જુના મતભેદો ભૂલી અમે આગળ વધી ગયા છીએ. મને વિશ્વાસ છે કે, બંને દેશો વચ્ચે સારા સંબંધો રહેશે. કિમ સાથે વાતચીત અપેક્ષા પ્રમાણે સારી રહી છે. બીજી તરફ કિમ જોંગ ઉને કહ્યું હતું કે, તમને મળવું આસાન ન હતું. મને આનંદ છે કે, બધી બાધાઓ પાર કરીને આપણે મળી રહ્યા છીએ.

    આ ઐતિહાસિક બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉત્તર કોરિયાના પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને વ્હાઈટહાઉસમાં આવવા આમંત્રણ પાઠવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply