કિમ સાથે ટ્રમ્પની બેઠક પૂર્ણ, 50 મિનિટ ચાલી બેઠક
Live TV
-
મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક બાદ કહ્યું કે, મુલાકાત સકારાત્મક રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે સિંગાપુરમાં બેઠક યોજાઇ હતી. આ પ્રથમ બેઠક 50 મિનિટ સુધી ચાલી હતી. સિંગાપુરના સેંટોસા દ્વીપમાં બંન્નેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.
સેંટોસા દ્વીપના કૈપેલા રિઝોર્ટમાં બંન્ને નેતાઓ વચ્ચે 50 મિનિટ સુધી આ બેઠક ચાલી હતી. આ મુલાકાત ખૂબ ઐતિહાસિક છે. અમેરિકાના કોઇ સત્તાધારિ રાષ્ટ્રપતિ પ્રથમવાર કોઇ કોરિયાઇ નેતાને મળ્યા છે. જ્યારે સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિંમ જોંગ ઉન પ્રથમવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યા છે.
ભારતીય સમયાનુસાર સવારે આશરે 6.30 કલાબે બંન્ને નેતા પોતાની હોટલથી સેંટોસા દ્વીપ પહોંચ્યા બદા. હોટેલ પહોંચ્યા બાદ બંન્ને નેતાઓએ એકબીજા સાથે હસ્તધનુન કર્યું અને ફોટો પડાવ્યો. ત્યારબાદ બંન્ને રિઝોર્ટની અંદર ગયા. આ સમયે બંન્ને હસ્તા જોવા મળ્યા હતા. અંદર જઈને ટ્રમ્પ અને કિમ જોંગ ઉને એકબીજા સાથે વાત કરી.