Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કંબોડિયામાં યોજાયેલ આસિયાન-ભારત સમિટમાં આપી હાજરી

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કંબોડિયાના પ્રવાસે છે. તેઓએ 19માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ વર્ષે આસિયાન-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠ છે. ઉપરાષ્ટ્રપતિએ કંબોડિયાનાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. કંબોડિયા સાથે ભારતે 4 સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. આ બેઠકને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, ભારત-આસિયાન સંબંધો ભારતની ACT-EAST નીતિનો કેન્દ્રિય સ્તંભ છે અને આ જોડાણે 1992માં કેન્દ્રીય ભાગીદારીથી લઈને 2022માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર સુધીના આધુનિક સમયમાં મજબૂત સંબંધ બનાવવાનો પાયો પૂરો પાડ્યો છે.

    વધુમાં જણાવતા કહ્યું કે, 3 દાયકામાં કનેક્ટિવિટીથી લઈને ક્લાઈમેટ ચેન્જ, સુરક્ષાથી લઈને અવકાશ, શિક્ષણથી લઈને ઈકોલોજી અને ટેક્નોલોજી સુધીના સંબંધોમાં બહુપક્ષીય અને બહુપરિમાણીય વૃદ્ધિ જોવા મળી છે જે ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply