એમેઝોનના જંગલોમાં ભીષણ આગ: G-7ના દેશો આર્થિક સહાય માટે રાજી
Live TV
-
આગને ઓલવવા 2 કરોડ 20 લાખ ડોલર ખર્ય કરશે
જી-7 સમુહના દેશોએ વિશ્વના સૌથી મોટા એમેઝોનના જંગલોમાં લાગેલી ભીષણ આગને ઓલવવા બે કરોડ 20 લાખ ડોલર ખર્ચ કરવા સંમતી વ્યક્ત કરી છે. ફ્રાન્સ અને ચીલીના રાષ્ટ્રપતિએ ગઈકાલે ફ્રાન્સના બિટારિત્ઝમાં જી-7 શિખર સંમેલન દરમિયાન એ વાત કરી હતી. જી-7 સમુહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને અમેરિકા સામેલ છે. આ દેશોમાં આગથી નાશ પામેલ જંગલોમાં ફરી વૃક્ષ રોપવાની મધ્યમવાર્તા એક યોજના અંગે સમતી વ્યક્ત કરી છે. આ યોજનાને સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં શરૂ કરવામાં આવશે. આ પહેલની જાહેરાત જી-7ના નેતાઓએ પર્યાવરણના મુદ્દે વાતચીત બાદ કરી હતી. તેમાં એમેઝોનના વનોને નષ્ટ કરનાર આગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. બ્રાઝીલમાં આ વર્ષની શરૂઆત બાદ એમેઝોનના અડધાથી વધુ ક્ષેત્રોમાં વનોમાં આગ લાગવાથી લગભગ 80 હજાર ઘટનાઓની જાણકારી મળી છે.
