Skip to main content
Settings Settings for Dark

PM મોદી અને USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બિયારિત્ઝમાં દ્વિપક્ષીય વાતચીત

Live TV

X
  • ફ્રાન્સમાં યોજાયેલ જી-7 સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને આજે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે. તેમાં કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો કોઇ પ્રશ્ન જ નથી ઉદ્દભવતો.

    ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને બીજા મુદ્દાઓ પર સતત વાતચીત થતી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતને મહત્વની ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 સંમેલનમાં ભાગ લઇ બોર્ડેક્સ જવા રવાના થયા છે. અને ત્યાંથી તેઓ સ્વદેશ પરત ફરવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે પ્રધાનમંત્રીએ પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, સૌર્ય ઉર્જા મુદ્દે સત્રને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંબોધનમાં કહ્યું કે વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણને લઈ જાગૃતતા મહત્વની બાબત છે. તેમણે વધુમાં કહ્યું કે, આ જ સંદર્ભે ભારત પાણીનું સંરક્ષણ, ભવિષ્ય માટે વનસ્પતિનું સંરક્ષણ અને જીવોના સંરક્ષણ માટે મોટા પ્રમાણમાં જુદી જુદી યોજનાઓ દ્વારા પ્રયાસરત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply