PM મોદી જી-7 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા, સેનેગલના રાષ્ટ્રપતિને મળ્યા
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં યોજાયેલા જી-7 સિમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા છે. આ સિમિટમાં પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ, ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન પર વાત કરશે. મોદી ઉપરાંત અમેરિકા, બ્રિટન જેવા દેશોના વડાઓ પણ આ સમિટમાં આવ્યા છે, જેની મુલાકાત પ્રધાનમંત્રી મોદી કરશે.
યુએઈ અને બહેરીનની મુલાકાત બાદ મોદી પરત ફ્રાન્સ આવી ગયા છે. જી-7 સંમેલનમાં પ્રધાનમંત્રી વિશેષ મહેમાન છે અને આ વખતે સંમેલનો વિષય છે અસમાનતા વિરુદ્ધ લડાઈ. પ્રધાનમંત્રી આ સંમેલનમાં બે સત્રને સંબોધિત કરશે.
જી-7 દુનિયાની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનું સંગઠન છે. જે જળવાયુ પરિવર્ત, વૈશ્વિક તાપમાન અને ડિઝિટલઇઝેશન જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા ફ્રાંસમાં ભેગા થયા છે. ફ્રાંસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષિય મુલાકાત કરી.
આ દરમિયાન બંને નેતા વચ્ચે તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદીએ પીએમ જોન્સનને એસિઝમાં ઈંગ્લેન્ડની જીત બદલ શુભેચ્છા પણ આપી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે તમામ મુદ્દાઓ પર ઘણી સાર્થક વાર્તા થઈ. ભારત અને સેનેગલ દેશોને આ વખતે જી-7 સંમેલનમાં છે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનેગલના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી હતી કે,'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિઆરેત્ઝમાં જી7 શિખર સંમેલન અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસને મળ્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રમાં 'ક્લાઈમેટ એક્શન સમિટ'માં ભારતની ભાગીદારી અને પરસ્પર હિતના મુદ્દે વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.' બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાની પૃષ્ઠભૂમિમાં થઈ હતી.
આ પહેલા નરેન્દ્ર મોદીએ બ્રીટિશ પીએમની પણ મુલાકાત કરી હતી અને બન્ને નેતાઓએ વ્યાપાર-રોકાણ તેમજ સુરક્ષા તથા અન્ય મુદ્દે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, 'પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી અને શરુઆતમાં પ્રધાનમંત્રી જૉનસનને એશિઝની ત્રીજી ટેસ્ટમાં જીત બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.
