Skip to main content
Settings Settings for Dark

ઑપરેશન સિંધુ: ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઈરાનથી 500થી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા

Live TV

X
  • કટોકટીગ્રસ્ત ઈરાનથી આજે વહેલી સવારે ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી. આ સાથે અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ 290 ભારતીયોને લઈને એક ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી.

    ઈરાનમાં ભારતીય દૂતાવાસ મોટી સંખ્યામાં ભારતીયોને સલામત સ્થળોએ પહોંચવામાં મદદ કરી રહ્યું છે. ઈરાનમાં રહેતા ભારતીયોને ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના 24 કલાક કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે.

    તેહરાનમાં ભારતીય દૂતાવાસના ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો છે- 98 91 28 10 91 15 અને 98 91 28 10 91 09. વોટ્સએપ હેલ્પલાઇન નંબરો છે- 98 90 10 44 557, 98 90 15 99 33 20 અને 91 80 86 87 17 09. બંદર અબ્બાસ માટે- 98 91 77 69 90 36 અને ઝાહેદાન માટે- 98 93 96 35 66 49. ઇમેઇલ- cons[dot]tehran[at]mea[dot]gov[dot]in

    નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના નિયંત્રણ ખંડના હેલ્પલાઇન નંબરો છે- 800 118 797, 91 11 230 121 13, 91 11 230 141 04 અને 91 11 230 179 05 વોટ્સએપ નંબર છે - 91 996 829 19 88 અને ઇમેઇલ છે situationroom[at]mea[dot]gov[dot]in.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply