ઓસ્ટ્રેલિયામાં જેસ્પર વાવાઝોડાની હજારો લોકો પર અસર, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ
Live TV
-
વાવાઝોડુ જેસ્પર પૂર્વોત્તર ભાગ સુધી પહોંચી જતા હજારો લોકો પર અસર થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડુ જેસ્પર પૂર્વોત્તર ભાગ સુધી પહોંચી જતા હજારો લોકો પર અસર થઈ છે. રિપોર્ટ અનુસાર તટીય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને ત્યાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડુ કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે. અનેક દિવસો સુધી પૂરનો સામનો કરવો પડી શકે છે. તંત્રએ સ્થાનિકોને વાવાઝોડુ આવે તે પહેલા સુરક્ષિત સ્થળે જવા માટેની અપીલ કરી છે. તમામ નદીઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી પૂરના જોખમ વિશે જાણી શકાય. જે ક્ષેત્રોમાં નુકસાનની સંભાવના છે, ત્યાં વીજળી પુરવઠાની આપૂર્તિ બંધ કરી દેવામાં આવી છે.