યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસ ખાતે US રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી
Live TV
-
જો બાઈડેને રાષ્ટ્રપતિ ડ્રોડાઉન ઓથોરિટી હેઠળ યુએસ $200 મિલિયનના લશ્કરી પેકેજની પણ જાહેરાત કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત કરી હતી. જો બાઈડેને રાષ્ટ્રપતિ ડ્રોડાઉન ઓથોરિટી હેઠળ યુએસ $200 મિલિયનના લશ્કરી પેકેજની પણ જાહેરાત કરી હતી. ઝેલેન્સકીએ જણાવ્યું કે, હું યુક્રેન માટે અમેરિકાના અતૂટ સમર્થન માટે આભારી છું, અમારી દરિયાઈ નિકાસ ફરી શરૂ થઈ છે. જે અર્થવ્યવસ્થાને વેગ આપી રહી છે અને હવે 5 ટકાના દરે વધી રહી છે. અમે પુતિનને સફળ થવા દેતા નથી. યુક્રેન સાથે ઊભા રહેવું એ સ્વતંત્રતા સાથે ઊભા રહેવાનું છે. મહત્વનું છે કે, ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી ઝેલેન્સકીએ બીજી વખત અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી. અગાઉ ઝેલેન્સકી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા ગયા હતા.