સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પસાર
Live TV
-
અમેરિકા અને ઇઝરાયલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યુ.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 153 દેશોએ પ્રસ્તાવના પક્ષમાં વોટ આપ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અમેરિકા અને ઇઝરાયલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યુ. આ ઉપરાંત 23 દેશો એવા પણ છે, જેમણે વોટ આપ્યો જ નથી. શુક્રવારે ઇઝરાયલના સૌથી શક્તિશાળી સહયોગી અમેરિકાએ યુદ્ધ વિરામ માટે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.
યુદ્ધ વિરામના પ્રસ્તાવમાં તાત્કાલિક યુદ્ધ વિરામ, તમામ બંધકોને તાત્કાલિક અને કોઈ શરત વગર મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. UNGA ચીફ ફ્રાંસિસિએ જણાવ્યું કે, ગાઝામાં નાગરિકો પર હુમલા થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અને માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. ફ્રાંસિસિએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સમર્થન આપ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેયિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઈઝરાયલ, લાઈબેરિયા, માઈક્રોનેશિયા, નાઉરૂ, પાપુઆ, ન્યૂ ગિની અને પરાગુઆએ યુદ્ધવિરામ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું છે.