પાકિસ્તાન: આતંકવાદી હુમલામાં 25 સુરક્ષાકર્મીઓ અને 27 આતંકવાદીઓના મોત
Live TV
-
ગુટ તહરીક-એ-જિહાદ પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અલગ અલગ અથડામણમાં 25 સુરક્ષાકર્મીઓ અને 27 આતંકવાદીઓના મોત થયા છે. આતંકવાદીઓએ આત્મઘાતી હુમલામાં વિસ્ફોટક સામગ્રીથી ભરેલ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવાની કોશિશ કરી હતી. આ વિસ્ફોટમાં સુરક્ષા બળના અનેક જવાબ ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાની તાલિબાની ગુટ તહરીક-એ-જિહાદ પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સિરક્ષાબળોએ તમામ હુમલાખોરોને ઠાર કર્યા છે. ઘટનાસ્થળ પર પોલીસની અન્ય ટીમ મોકલવામાં આવી અને ત્યારપછી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. અનેક લોકોની હાલત ગંભીર છે. હુમલાને કારણે જિલ્લાની હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, તથા તમામ સ્કૂલ અને કોલેજ બંધ કરવામાં આવી છે.