Skip to main content
Settings Settings for Dark

યુક્રેનની મદદ માટે ફરી આગળ આવ્યું અમેરિકા, 225 મિલિયન ડૉલરની સૈન્ય સહાય સાથે ઘાતક હથિયારો આપશે

Live TV

X
  • અમેરિકા ફરી એકવાર યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકાએ યુક્રેન માટે $225 મિલિયનના નવા સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. આમાં પેટ્રિઅટ મિસાઇલ આર્ટિલરી રોકેટ સિસ્ટમ અને મિસાઇલો માટે વધારાનો દારૂગોળો, અન્ય વસ્તુઓની સાથે સમાવેશ થાય છે. પેકેજની જાહેરાત કરતા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને અમારું આંતરરાષ્ટ્રીય ગઠબંધન યુક્રેનની સાથે રહેશે.

    અમેરિકાએ યુક્રેન માટે $225 મિલિયનના નવા સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. આમાં પેટ્રિઅટ મિસાઇલો, આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ અને મિસાઇલો માટે વધારાનો દારૂગોળો, અન્ય વસ્તુઓની સાથે સમાવેશ થાય છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૉશિંગ્ટને યુક્રેનને $50 બિલિયનથી વધુની લશ્કરી સહાય પૂરી પાડી છે.

    વૉશિંગ્ટનમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) સમિટમાં દ્વિપક્ષીય બેઠક પહેલા યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીને યુએસ પ્રમુખ જો બાઇડનને જણાવ્યું હતું કે અમે તમારી સાથે છીએ. પેકેજની જાહેરાત કરતા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, અમેરિકા અને અમારું આંતરરાષ્ટ્રીય ગઠબંધન યુક્રેનની સાથે રહેશે.

    નાટોના સભ્યોએ યુક્રેનને ટેકો જાહેર કર્યો

    આ બઘાની વચ્ચે યુક્રેને ગુરુવારે NATOને તે પ્રતિબંધ ઉઠાવી લેવા વિનંતી કરી હતી જેના હેઠળ યુક્રેન રશિયા સામે લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરી શકશે નહીં. નાટોના સભ્યોએ બુધવારે વૉશિંગ્ટનમાં એક સમિટમાં યુક્રેનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. NATOની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે સાથી દેશો આવતા વર્ષની અંદર યુક્રેનને ઓછામાં ઓછા 40 બિલિયન યુરોની સૈન્ય સહાય પૂરી પાડશે.

    બેઇજિંગ યુરોપ અને સુરક્ષા માટે પડકારો ઉભો કરી રહ્યું છે

    યુએસ, નેધરલેન્ડ અને ડેનમાર્કે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેનિયન સૈન્ય પાઇલટ્સને F-16 ફાઇટર એરક્રાફ્ટ આપશે. યુએસએ કહ્યું કે તે 2026માં જર્મનીમાં લાંબા અંતરની મિસાઇલો તૈનાત કરશે. તેનો ઉદ્દેશ રશિયાના વધતા જતા ખતરાનો સામનો કરવાનો છે. NATOએ જણાવ્યું હતું કે ચીન રશિયા સાથેની તેની અમર્યાદિત ભાગીદારી અને તેના સંરક્ષણ ઔદ્યોગિક આધારના મોટા પ્રચાર દ્વારા યુદ્ધ માટે સક્ષમ બન્યું છે. બેઇજિંગ યુરોપ અને સુરક્ષા માટે પડકારો ઉભો કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
apply