ટ્રમ્પ ટૂંક સમયમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર મેકમાસ્ટરને તેમના પદેથી હટાવશે
Live TV
-
ટ્રમ્પ તેમના નોર્થ કોરિયા પ્રવાસ પહેલાં કેબિનેટ અને એડમિનિસ્ટ્રેશનમાં પોતાના ગમતા લોકોને સ્થાન આપવા ઇચ્છા.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસમાંથી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર એચ.આર. મેકમાસ્ટરને તેમના પદેથી હટાવી શકે છે. ટ્રમ્પ હવે મેકમાસ્ટરને હટાવવાની વાતને લઇને સહજ છે. મેકમાસ્ટર આર્મીમાં લેફ્ટિનન્ટ જનરલ રહી ચૂક્યા છે અને ટ્રમ્પ તેઓને હટાવવાનું એલાન કરવા માટે થોડો સમય લેવા ઇચ્છે છે. જેથી તેઓને માન-સન્માનપૂર્વક વિદાય આપી શકાય. આ પહેલાં મંગળવારે ટ્રમ્પે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પણ વિદેશ મંત્રી પદેથી હટાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, ટ્રમ્પ તેમના નોર્થ કોરિયા પ્રવાસ પહેલાં કેબિનેટ અને એડમિનિસ્ટ્રેશનમાં પોતાના ગમતા લોકોને સ્થાન આપવા ઇચ્છે છે.