આજે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ પૌરાણિક કાળથી અર્થશાસ્ત્રને સાંકળીને ગ્રાહકોના હકો વિશે કરી વાત.
દરેક જીવંત વ્યક્તિ એક ગ્રાહક છે. જેને જાહેર કે ખાનગી તમામ પ્રકારના આર્થિક નિર્ણયોથી અસર પહોંચે છે. આમ છતાં આ વિશાળ વર્ગની વાત મહદંશે હાથ ધરવામાં આવતી નથી. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીએ 1962ની 15મી માર્ચે આ વાત કહી
હતી. જેના અનુસંધાને અનવર ફઝલ નામના ગ્રાહક અધિકાર કાર્યકરે આ દિવસને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો હતો. વર્ષ 1983થી 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગ્રાહકોને તેમના હકો વિશે
જાગૃત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ આ તકે પૌરાણિક કાળથી અર્થશાસ્ત્રને સાંકળીને ગ્રાહકોના હકો વિશે વાત કરી હતી.