ભારત અને મડાગાસ્કરની વચ્ચે રક્ષાક્ષેત્રો પર વ્યાપક સમજૂતી કરાર
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મડાગાસ્કરના રાષ્ટ્રપતિએ સંયુક્ત રૂપથી ગ્રામીણ વિકાસ સૂચના વિજ્ઞાન કેન્દ્રનું કર્યુ ઉદ્ઘાટન.
ભારત અને મડાગાસ્કરની વચ્ચે રક્ષાક્ષેત્રો પર વ્યાપક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ સમજૂતિ હેઠળ બંને દેશો રક્ષાના ક્ષેત્રોમાં સંયોગની વિવિધ રીતોની જાણકારી મેળવશે. બંને દેશોની વચ્ચે સંપર્ક સુધારના પ્રયત્નો માટે વાયુસેનાના સંશોધિત સમજૂતી પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મડાગાસ્કરની યાત્રા દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ સાથેની પ્રતિનિધિમંડળની બેઠકમાં સમજૂતી કરારની જાહેરાત કરી હતી. ઉપરાંત એક હજાર ટન ચોખા અને બે લાખ ડોલરની રોકડ ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મેડાગાસ્કરના રાષ્ટ્રપતિએ સંયુક્ત રૂપથી ગ્રામીણ વિકાસ સૂચના વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્ર માટે સંપૂર્ણ રીતે ભારતે નાણાંકીય સહાય કરી છે. ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મડાગાસ્કરની જેમ ભારત પણ કૃષિ પર આધારિત દેશ છે. સમયની સાથે અમે કૃષિમાં આધુનિક ટેકનોલોજી વિકસિત કરી છે. તથા આ પ્રસંગે મડાગાસ્કરના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદને મડાગાસ્કર દેશના દ્વિતીય સર્વોચ્ચ નાગરિકના ગ્રાન્ડના સન્માનથી સન્માનિત કર્યા હતા.