મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન
Live TV
-
સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે.
સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે. તેમના નિધનની માહિતી તેમના પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. સ્ટીફન હોકિંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધનની માહિતી તેમના પરિવારજનોએ આપી હતી. આજે વહેલી સવારે 76 વર્ષની વયે તેમનું લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના ઘરે નિધન થયું છે.
આઈનસ્ટાઈન પછીના મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન
તેમનો જન્મ બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો. તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે લેવામાં આવતું હતું. સ્ટીફનના બાળકોએ કહ્યું છે કે, તેઓ એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેમનું કામ અને વારસો હંમેશા જીવતો રહેશે.
સ્ટીફને સમજાવ્યું હતું બ્રહ્માંડ
બ્લેક હોલ અને બેંગ સિદ્ધાંતને સમજાવવામાં સ્ટીફન હૉકિંગ્સનું મહત્વનું યોદગાન રહ્યું છે. સ્ટીફનને તેમના ઉમદા કામ માટે સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં રહ્યું હતું. આ સિવાય સ્ટીફને ધી ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.
વ્હિલર ચેર પર રહેતા હતા સ્ટીફન
હૉકિંગ્સ વ્હિલ ચેર પર રહેતા હતા. તેમને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે. સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી 1942માં ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. સ્ટીફને તે રહસ્યો ખોલ્યા હતા જે સમગ્ર દુનિયા વર્ષોથી જાણવા ઈચ્છતી હતી.