જર્મનીના રાષ્ટ્રપતિ 22થી 25 માર્ચના રોજ ભારતના પ્રવાસે
Live TV
-
જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે સ્ટેન મેયરનો આ પ્રથમ ભારતનો પ્રવાસ બનશે.
જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્કવોલ્ટર સ્ટેન મેયર દ્વિ-પક્ષીય સંબંધો મજબૂત કરવાના ઉદ્દેશથી 22થી 25 માર્ચ સુધી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે સ્ટેન મેયરનો આ પ્રથમ ભારતનો પ્રવાસ બનશે. વિદેશ મંત્રાલય અનુસાર સ્ટેન મેયરનો આ પ્રવાસ મહત્વપૂર્ણ છે. કેમ કે, નવી સરકારના શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિનો પ્રથમ પ્રવાસ છે. જર્મનીના રાષ્ટ્રપતિ આ પ્રવાસ દરમિયાન બીજા ક્રાર્યક્રમો ઉપરાંત વારાણસી જશે, તેમની સાથે જર્મનીના ટોચના ઉદ્યોગપતિ અને ભારતની જાણકારી ધરાવતું એક પ્રતિનિધિમંડળ આવશે.