ભારત-ચીન સંયુક્ત આર્થિક સમુહની ગઈકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ
Live TV
-
ભારત ચીન સામે વેપાર અસંતુલનનો મુદ્દો વારંવાર ઉઠાવે છે. ઔષધી અને કૃષિ ઉત્પાદન તથા સુચના પ્રૌદ્યોગીકી સેવાઓ સહિત ઘણા ક્ષેત્રોમાં ભારત નિકાસ યોગ્ય બનાવવા ઉપર માંગ કરતું રહ્યું છે.
ભારત ચીન સામે વેપાર અસંતુલનનો મુદ્દો વારંવાર ઉઠાવે છે. ઔષધી અને કૃષિ ઉત્પાદન તથા સુચના પ્રૌદ્યોગીકી સેવાઓ સહિત ઘણા ક્ષેત્રોમાં ભારત નિકાસ યોગ્ય બનાવવા ઉપર માંગ કરતું રહ્યું છે, જે માટે ભારત-ચીન સંયુક્ત આર્થિક સમુહની ગઈકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ ચીનમાં તલ, સોયાબીન, બાસમતી અને ગેરબાસમતી ચોખા, ફળો, શાકભાજી અને ખાંડ જેવા કૃષિ ઉત્પાદન માટે બજારની ઉપલબ્ધતાની માંગ કરી હતી. ભારતે દવા અને સુચના પ્રોદ્યોગીકી સહિત ઘણા ક્ષેત્રોમાં ભારતીય નિકાસ સુચારૂ બનાવવાના ઉપાયોની માંગ કરી હતી. ચીનના મંત્રી ઝોંગ શાને ચીનમાં ભારતીય નિકાસનું સ્વાગત કર્યું અને બંને દેશો વચ્ચેની વેપાર ખોટની સમસ્યા ઉપર મહત્વ આપવાનું વચન આપ્યું હતું.