દેશમાં માનસિક રીતે અસ્વસ્થ લોકોનું પ્રમાણ 6 થી 7 ટકા
Live TV
-
શાહીબાદ મેન્ટલ હોસ્પીટલમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત, મેન્ટલ હેલ્થ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
દેશમાં માનસિક રીતે અસ્વસ્થ લોકોનું પ્રમાણ 6 થી 7 ટકા જેટલું છે. ત્યારે માનસિક રીતે અસ્વસ્થ લોકોને સારી સારવાર અને સહાનુભૂતિની જરૂર હોય છે. અમદાવાદમાં આજે શાહીબાદ મેન્ટલ હોસ્પીટલમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મેન્ટલ હેલ્થ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ઝોનના ચાર જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગરના જીલ્લા આરોગ્ય અધિકારી, સર્જન, ડોકટર તેમજ મેન્ટલ હેલ્થ વિભાગ સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમાં જાણીતા, સાઇકિયાટ્રિક ડૉ.મૃગેશ વૈષ્ણવે, માનસિક રીતે અસ્વસ્થ લોકોને કેવી રીતે સારવાર માટે તૈયાર કરીને સાજા કરી શકાય તેમજ, તેમને પરિવારની સહાનુભૂતિ મળવી જોઇએ. જેની વાત કરી હતી. તો ડૉ.સતીષ મકવાણા, ડો.હિમાંશુ દેસાઇ, વગેરેએ પણ ,કર્મચારીઓને અલગ અલગ વિષય ઉપર વર્કશોપમાં તાલીમ આપી હતી. આ પ્રસંગે રીજીયોનલ ડેપ્યુટી ડાયરેકટર ડો.સતીષ મકવાણાએ જણાવ્યું હતું કે, પાગલપણાને લોકો અંધશ્રદ્ધા સાથે જોડી આપે છે. તે દૂર કરવા અને લોકો મેન્ટલ હોસ્પીટલમાં સારવાર કરવા તૈયાર થાય તે ઉપર વર્કશોપમાં ભાર મૂકવામાં આવ્યો છે.