પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'ટીબી મુક્ત ભારત' કાર્યક્રમનો શુભારંભ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'ટીબી મુક્ત ભારત' કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સાઉથ એશિયા રિજ્યન અને સ્ટોપ ટીબી પાર્ટનરશીપ દ્વારા ટીબી મુક્તિ માટેના અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીએ કરાવી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'ટીબી મુક્ત ભારત' કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સાઉથ એશિયા રિજ્યન અને સ્ટોપ ટીબી પાર્ટનરશીપ દ્વારા ટીબી મુક્તિ માટેના અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રીએ કરાવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા અને રાજ્ય આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત નાઈજિરિયા અને ઈન્ડોનેશિયાના આરોગ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વ્યાપક પ્રયાસો છતાં ટીબીથી મુક્તિ મેળવી શકાઈ નથી. આ દિશામાં વધારે પ્રયાસો જરૂરી છે. ભારત સાથે જોડાયેલા દેશોને ટીબી મુક્તિના અભિયાન માટે જોઈએ એ તમામ મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી એ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.