આર્મિ કેંન્ટોન્મેંટમાં પલ્સ પોલિયો કાર્યક્રમ ઉજવાયો
Live TV
-
8 બૂથમાં 600થી વધારે આર્મિ જવાનોએ પોલિયોની રસી પિવડાવવી.
ભારતે પોલિયોને દેશ માંથી નાબૂદ કરવામાં સફળતા મેળવી લિધી છે. તેને ધ્યાને રાખતા આર્મિ કેંન્ટોન્મેન્ટ અમદાવાદમાં પોલિયો રસીકરણનો બીજો રાઉન્ડ ૧૧ માર્ચ ૨૦૧૮ ને રવિવાર ના રોજ મનાવવામાં આવ્યો હતો. જેમાં સ્ટેશન હેલ્થ ઓર્ગેનાઇઝેશન અમદાવાદના કાર્યવાહક કમાન અધિકારી મેજર વી.મોપાગર, આરોગ્ય અધિક્ષક પી.કે. વાઘેલા, આરોગ્ય નિરિક્ષક હિરેનકુમાર દરજી તેમજ તેમની ટીમ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ. પ્રથમ દિવસે કુલ ૦૮ બૂથ માં ૬૦૦ થી વધારે આર્મિ જવાનો તેમજ અધિકારીના બાળકોને પોલિયો રસી પિવડાવવામાં આવી હતી.