દમણના બીચ પર ઉમટી પડ્યા પ્રવાસીઓ
Live TV
-
દમણના બીચ પર ગરમીમાંથી રાહત મેળવવા પ્રવાસીઓનો ધસારો થયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉનાળાના વેકેશનમાં હમણાં પ્રવાસીઓનો ધસારો છે. દમણના દેવકા બીચ, જંપોરબીચ, સી ફેસ જેટી સહિત સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મોટી દમણનો જંપોર બીચ સુંદર છે અને ત્યાં પર્યટકો ઘોડેસવારી, ઊંટસવારી, પેરાગ્લાઇડીંગ, નાની મોટર બાઈક, ડાઇવીંગ વગેરે કરી આનંદ ઉઠાવી રહ્યા છે. તો દરિયામાં નહાવાની અને કિનારા ઉપર ક્રિકેટ રમવાની મજા માણી રહ્યા છે.