ટૅક્નૉલૉજીની સહાયથી આ દિવ્યાંગે આપ્યું આશ્ચર્ય
Live TV
-
દિવ્યાંગ આર્યન અંદરપાએ ટૅક્નૉલૉજીની મદદથી બધાને દંગ કરી દીધા છે
મોરબી જિલ્લાના ટંકારા નગરમાં રહેતા 17 વર્ષના દિવ્યાંગ આર્યન અંદરપાએ ટૅક્નૉલૉજી સાથે તાલ મિલાવીને બધાને દંગ કરી દીધા છે. જન્મ સમયે ઝાઝરથી પીડાઈ રહેલા આર્યને સાત વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવી દીધી હતી, પરંતુ ગુગલની મદદથી નવી ટૅક્નૉલૉજી સાથે તાલ મિલાવીને યૂ ટ્યૂબ પર ટેક વીથ આર્યન નામે ચેનલ પણ ચલાવે છે. પ્રજ્ઞા ચક્ષુ પોતાના મોબાઈલ પર સરળતાથી ઑપરેટ કરી શકે તેવા વિડિયો અપલૉડ કરે છે અને ટૅક્નૉલૉજી વિશે માહિતી પણ આપે છે. આર્યનની ચેનલના ચાર હજાર સબસ્ક્રાઇબર છે અને 10 હજાર જેટલી વ્યૂઅરશિપ પણ ધરાવે છે. હાલ ,11 આર્ટ્સમાં અભ્યાસ કરી રહેલા આર્યનને તેમના માતા-પિતા સતત પ્રેરણા આપતા રહે છે.