બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે નીકળ્યા છે આ દિવ્યાંગ કલાકાર
Live TV
-
દિવ્યાંગ વિનોદ ઠાકુર 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે યાત્રાએ નીકળ્યા છે
મોદી સરકારનું બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હવે ઘર ઘર સુધી પહોંચ્યું છે. ત્યારે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ', 'ઈન્ડિયા ગૉટ ટેલેન્ટ 2' રિયાલીટી શોનો પ્રતિસ્પર્ધી દિવ્યાંગ વિનોદ ઠાકુર 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે યાત્રાએ નીકળ્યા છે.
દિલ્હીથી મુંબઈ વ્હીલચેર પર 1600 કિલોમીટરની યાત્રાએ નીકળેલા દિવ્યાંગ વિનોદ ઠાકુર ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું મમતા વિકલાંગ શિશુ વિહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે વિનોદ ઠાકુર શરીરથી વિકલાંગ છે પરંતુ મનથી એકદમ તંદુરસ્ત છે. તેમણે અનેક રિયાલીટી શૉમાં પોતાનું કરતબ બતાવ્યું છે.