"પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઈનવેસ્ટમેન્ટ રીજન" ને કારણે રોજગારીની મોટી તકો ઉભી થઈ
Live TV
-
P.C.-P.I.R. ને મળતા પ્રોત્સાહનને કારણે , વર્ષ 2018-19 માં 25 હજાર , 163 કરોડ જેટલુ મૂડી રોકાણ ,આકર્ષવા માં ,સફળતા મળી છે- માંડવિયા
ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ P.C.-P.I.R. એટલે ,"પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઈનવેસ્ટમેન્ટ રીજન " દહેજ અંગે ,માહિતી આપતા કેન્દ્રીય કેમિકલ્સ, પેટ્રોલિયમ , અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, P.C.-P.I.R. ભારત સરકાર માટે ,મહત્વનો આયામ છે, તેમજ ઝડપી વિકાસ માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે. P.C.-P.I.R. ને મળતા પ્રોત્સાહનને કારણે , વર્ષ 2018-19 માં 25 હજાર , 163 કરોડ જેટલુ મૂડી રોકાણ ,આકર્ષવા માં ,સફળતા મળી છે. અનેક અગ્રણી ,બીઝનેસ ગૃહોએ , તેમાં મહત્વનું રોકાણ કરેલ છે. ભરૂચ ,અને વાગરા તાલુકાના ,44 જેટલા ગામોમાં, 45 હજાર , 300 હેકટરમાં ફેલાયેલા, P.C.-P.I.R. ના લીધે વિસ્તારમાં ,રોજગારીની ,મોટી તક ઉભી થઈ છે. વર્ષ 2017-18 દરમિયાન 4 હજાર ,962 કરોડની કિંમતનું ,પોલીમર, તેમજ 870 કરોડ ની કિંમતનું , કેમિકલ્સ વેચાણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ,P.C.-P.I.R. હુંડિયામણ કમાવી આપવા મહત્વની ભૂમિકા ,અદા કરશે