ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સરકારી શાળામાં અભ્યાસ કરનાર સત્યેનની સિદ્ધિ ઉદાહરણરૂપ
Live TV
-
સત્યેને સરકારી શાળામાં અભ્યાસ કરીને તાજેતરમાં ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરી છે.
જે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા હોય તેમની દિશા સરકારી શાળાના અભ્યાસ તરફ દિશા સૂચવતો પરિવાર મોરબીના ભરતભાઈ પંચોલીનો છે. ભરતભાઈએ પોતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેમના દીકરા સત્યેને પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને તાજેતરમાં ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં 81. 24 ટકા સાથે 93.21 પીઆર અને ગુજકેટમાં 95. 30 પીઆર મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સત્યેને જણાવ્યું હતું કે ખાનગી શાળાની મસમોટી ફી ભરવાને બદલે સરકારી શાળામાં માત્ર રૂપિયા 240 ફી અને નજીવા ખર્ચમાં તેણે ગુણવત્તાસભર અભ્યાસ કર્યો છે. સરકારે શૈક્ષણિક લાયકાત ધરાવાત શિક્ષકો, સુવિધા સભર શાળા જેવા પ્રયત્નો કરતા સરકારી શાળાના પરિણામ ઉંચા આવે છે તેમ સત્યેનના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જિલ્લા સરકારી શાળામાં પ્રથમ આવેલો સત્યેન એન્જિનિયરિંગનો અભ્યાસ પણ સરકારી કોલેજમાંથી જ કરશે.