કઝાકિસ્તાન: કોલસાની ખાણમાં આગ લાગવાથી મૃત્યુઆંક વધીને 45 થયો
Live TV
-
કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સર્જાઈ હતી. આર્સેલર મિત્તલની માલિકીની આ કોલસાની ખાણમાં આગ લાગવાથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે. ઇમર્જન્સી ટીમોએ ભૂગર્ભમાં રહેલા બાકીના એક ખાણિયોને શોધવા માટે તેમના સ્થળાંતરના પ્રયાસો ચાલુ રાખ્યા છે. કટોકટી સેવાના અધિકારીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી અને કહ્યું કે ગેસનું સ્તર હવે સામાન્ય છે, આગના કોઈ દૃશ્યમાન ચિહ્નો હવે દેખાઈ રહ્યા નથી.
લક્ઝમબર્ગ સ્થિત સ્ટીલ નિર્માતા આર્સેલર મિત્તલના સ્થાનિક એકમ ઓપરેટર આર્સેલર મિત્તલ ટેમિર્ટાઉએ જણાવ્યું હતું કે, મિથેન બ્લાસ્ટ હોવાનું જણાતા કોસ્ટેન્કો ખાણમાંથી 252 લોકોમાંથી 206 લોકોને દૂર કરવામાં આવ્યા હતા. આર્સેલર મિત્તલ તેમિરતાઉ કઝાકિસ્તાનમાં 15 કોલસા અને ઓરની ખાણો ધરાવે છે.
આગ લાગવાનું કારણ?
આ સાથે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મિથેન ગેસ આગ લાગવા માટે જવાબદાર હોઈ શકે છે. લક્ઝેમ્બર્ગ સ્થિત દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલના સ્થાનિક પ્રતિનિધિ આર્સેલરમિત્તલ તેમિરતાઉ છે. તે કારાગાંડા વિસ્તારમાં આઠ જેટલી કોલસાની ખાણનું સંચાલન કરે છે.
