કતરની મધ્યસ્થતાથી ગાઝામાં પાંચ દિવસના સંઘર્ષ વિરામ પર સહમતિ !
Live TV
-
બંધકોને મુક્ત કરાવવા માટે અસ્થાયી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
કતરની રાજધાની દોહામાં અમેરિકા, ઈઝરાયલ અને હમાસના બંધકોને મુક્ત કરાવવા માટે અસ્થાયી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ થોડા દિવસ માટે અટકી શકે છે. કતરની મધ્યસ્થતાથી ગાઝામાં પાંચ દિવસના સંઘર્ષ વિરામ પર સહમતિ થઈ ગઈ છે. અમેરિકા, ઈઝરાયલ અને હમાસે બંધકને મુક્ત કરાવવા માટે અસ્થાયી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
ઈઝરાયલ અમેરિકા અને હમાસે યુદ્ધમાં 5 દિવસના વિરામના બદલે ગાઝામાં બંધક બનાવેલ મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે અસ્થાયી સમજૂતી કરી છે. 6 પેજની સમજૂતીના ભાગરૂપે તમામ પત્ર પાંચ દિવસ માટે યુદ્ધ સંચાલન રોકી દેશે. તમામ 24 કલાકમાં 50 અથવા તેનાથી વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે. કતરની મધ્યસ્થતાથી થયેલ સમજૂતી દરમિયાન દોહામાં ઈઝરાયલ, અમેરિકા અને હમાસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
