ઈઝરાયલની સેનાએ ગાઝાની શિફા હોસ્પિટલમાંથી વધુ ગુપ્ત માહિતી એકઠી કરી
Live TV
-
ઈઝરાયલની સેનાએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી વધુ ગુપ્ત માહિતી એકઠી કરી છે. સેનાએ દાવો કર્યો છે કે, આનાથી એ સાબિત થાય છે કે, નોઆ માર્સિઆનો હમાસ દ્વારા બંધક બનાવેલ એક માત્ર બંધક ન હતો.
ઈઝરાયલની સેનાએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી વધુ ગુપ્ત માહિતી એકઠી કરી છે. સેનાએ દાવો કર્યો છે કે, આનાથી એ સાબિત થાય છે કે, નોઆ માર્સિઆનો હમાસ દ્વારા બંધક બનાવેલ એક માત્ર બંધક ન હતો. હમાસ દ્વારા શિફા હોસ્પિટલમાં બંધક બનાવાયેલા લોકોમાં એક નેપાળ અને એક થાઈલેન્ડના નાગરિક પણ છે. હમાસે વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને બંધક બનાવ્યા છે. હમાસ શિફા હોસ્પિટલની નીચે સુરંગ બનાવી રહ્યું હતું. એ સ્પષ્ટ છે કે હમાસ હોસ્પિટલો દ્વારા આતંક ફેલાવે છે. બધા જ બંધકોને છોડાવવું એ ઈઝરાયેલી સેનાનું દાયિત્વ છે.
