સંયુક્ત રાષ્ટ્ર મંચની વાર્ષિક બેઠક આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થશે
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મંચની વાર્ષિક બેઠક 2023 આવતીકાલે નવી દિલ્હીમાં શરૂ થશે. જેમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને શાંતિ કામગીરી પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ અને યુનાઈટેડ નેશન્સ સેન્ટર ફોર પીસ એક્શનના સહયોગથી યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય ફોરમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મંચ નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સૈનિકો સામેના ગુનાઓ માટે જવાબદારી અને પીસકીપિંગ ઓપરેશન્સમાં મહિલાઓની ભૂમિકા સહિત વિવિધ સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરશે.
