Skip to main content
Settings Settings for Dark

કતારે તેની કસ્ટડીમાં રહેલા 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા; જેમાંથી 7 ભારત પરત ફર્યા

Live TV

X
  • કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી થઈ છે. ગત વર્ષે ઓક્ટોમ્બરમાં અદાલતે આ નૌ સૈનિકોને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. ભારતે તે ચુકાદા પર અપીલ કરી હતી .ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું.

    વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો જ પરત ફર્યા છે. ભારત સરકારે કતારના નિર્ણયને આવકાર્યો છે. તમને જણાવી દઈએ કે, કતરે જાસૂસીના આરોપમાં આઠ પૂર્વ નૌસેના અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી.

    આઠ ભૂતપૂર્વ મરીન દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસમાં કામ કરતા હતા. ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આરોપો ક્યારેય જાહેર કરવામાં આવ્યા ન હતા. તમામ પર સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ હતો. અલ દહરાહ ગ્લોબલ કંપની કતારના લશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ ઓક્ટોબરમાં કતારની નીચલી અદાલતે ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

    કેન્દ્ર સરકાર આનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે કતારે અગાઉ આ સંબંધમાં કોઈ માહિતી આપી ન હતી. ભારતે આ નિર્ણય સામે અપીલ કરી હતી. કતાર ભારતને કુદરતી ગેસનો મુખ્ય સપ્લાયર છે. લગભગ આઠ લાખ ભારતીયો ત્યાં કામ કરે છે. બંને દેશો વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply