Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં રાજકીય કટોકટીઃ ઈમરાન ખાનની પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતા કરતા પાકિસ્તાનમાં રાજકીય કટોકટી વધી

Live TV

X
  • ઈમરાન ખાનની પાર્ટી PTI એ પાકિસ્તાનના ચૂંટણી પંચને મધ્યરાત્રિ સુધીમાં સંપૂર્ણ પરિણામો જાહેર કરવા વિનંતી કરી છે.

    પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ માટે અલ્ટીમેટમ આપ્યું છે કારણ કે રાષ્ટ્રીય વિધાનસભા ચૂંટણીના પરિણામોની હજુ રાહ જોવાઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ પાકિસ્તાનના ચૂંટણી પંચને મધ્યરાત્રિ સુધીમાં સંપૂર્ણ પરિણામો જાહેર કરવા વિનંતી કરી છે. વધુમાં, પીટીઆઈએ આજે વોશિંગ્ટન ડીસી, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં મેકફર્સન સ્ક્વેર ખાતે ચૂંટણી પ્રક્રિયામાં છેતરપિંડીનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
     
    અનેક રાજકીય પક્ષોના વિરોધના એલાન વચ્ચે લાહોરના લિબર્ટી ચોક પર ભારે પોલીસ દળ અને વોટર કેનન તૈનાત છે. બીજી રાજકીય પાર્ટી જમાત એ ઇસ્લામી પાકિસ્તાને આજે પછીથી લાહોરના આઠ મોટા સ્થળોએ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. બીજી તરફ ઈસ્લામાબાદમાં આજે સવારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે કેટલાક લોકો ચૂંટણી પંચ અને અન્ય સરકારી સંસ્થાઓની આસપાસ ગેરકાયદેસર મેળાવડાને ઉશ્કેરે છે, એ નોંધવું જોઈએ કે ભેગા થવા માટે ઉશ્કેરવું પણ ગુનો છે.

    સ્થાનિક મીડિયાના નવીનતમ અપડેટ્સ મુજબ, ઈમરાન ખાનની પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો 101 બેઠકો સાથે આગળ છે, ત્યારબાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ 75 બેઠકો સાથે અને ત્યારબાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 54 બેઠકો સાથે આગળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply