કુર્દ વહીવટીતંત્રએ સીરિયાઇ સરકાર સાથે સમજૂતી થયાનું એલાન કર્યું
Live TV
-
તુર્કી પહેલેથી તૈયાર યોજનાથી વધુ સમય સુધી પોતાનું અભિયાન ચલાવશે
કુર્દ વહીવટીતંત્રએ તુર્કી સીમા પર સીરિયાઇ સુરક્ષાદળોની તૈનાતીને લઈને સીરિયાઇ સરકાર સાથે સમજૂતી થયાનું એલાન કર્યું છે. બંને પક્ષો વચ્ચે આ સમજૂતી તુર્કી સાથે ચાલી રહેલ તણાવને જોતા કરવામાં આવી છે. અમેરિકાના રક્ષામંત્રીનું કહેવું છે કે, તુર્કી પહેલેથી તૈયાર યોજનાથી વધુ સમય સુધી પોતાનું અભિયાન ચલાવશે. ખરેખર તુર્કીના સેના અભિયાનનું નિશાન કુર્દ લડાકુઓને બહાર કાઢવાનું છે જે અમેરિકાનું સહયોગી છે. અમેરિકી રક્ષામંત્રીનું કહેવું છે કે, કુર્દ સીરિયા અને રુસ પાસે મદદ માંગી શકે છે. પણ અમેરિકા તેનો બચાવ નહીં કરે.