ભારતીય મૂળના અભિજિત બેનર્જી અને તેમની પત્ની સહિત 3 ને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
Live TV
-
અભિજિત બેનર્જી ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે તેમનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો અને તેમને કોલકાતા યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં (JNU) અભ્યાસ કર્યો છે.
ભારતીય મૂળના અભિજિત બેનર્જી અને તેમની પત્ની એસ્થર ડફલોને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત માઇકલ ક્રેમરનું પણ સન્માન કરવામાં આવ્યું છે. 'વૈશ્વિક ગરીબીને સમાપ્ત કરવાના પ્રયોગો' પર સંશોધન માટે ત્રણેય અર્થશાસ્ત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2019નો અર્થશાસ્ત્ર વિશયનું નોબેલ પ્રાઇઝ ભારતીય મૂળનાં અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી સહિત એસ્થટ ડફલો અને માઇકલ કમરને સંયુક્ત રીતે મળ્યું છે. વૈશ્વિક સ્તરે ગરીબીને સમજવામાં તેમજ તેને દૂર કરવામાં ત્રણેય સ્તરે ગરીબીને સમજવામાં તેમજ તેને દૂર કરવામાં ત્રણેય અર્થશાસ્ત્રીઓનાં પ્રયોગાત્મક વલણ અને અભ્યાસ બહુઉપયોગી નીવડ્યા છે. તેમનાં સંશોધનોનો લાભ ભારત જેવા વિકાસશીલ બાળકોના શિક્ષણમાં પણ મળ્યો છે તેમજ આફ્રિકાનાં દેશમાં પણ આ સંશોધનોએ ગરીબી દૂર કરવાના પ્રયાસોમાં સહાયતા કરી છે.